Tuesday, March 30, 2021

CORONA VACCINE UPDATES...

STAY HOME SAVE LIVES

COVID-19




કોરોના વેક્સીનેશન ને લગતી ધ્યાન માં રાખવાની ખાસ બાબતો...

_____________

* આપવામાં આવનારી રસી કોના માટે નથી?


૧. ૧૮ વર્ષ થી નાની ઉંમર ના વ્યક્તિ માટે નથી.

૨. ગર્ભવતી મહિલા અને પ્રસુતિ બાદ શિશુ ને સ્તનપાન કરાવતી માતાઓ એ રસી ના લેવી.

૩. વ્યક્તિ કે જેને રસી ના પ્રથમ ડોઝ પછી રીએકશન (એનફાયલેક્સિસ) આવ્યું હો એમણે બીજો ડોઝ લેવો સલાહભર્યું નથી.

૪. ભૂતકાળ માં અન્ય કોઈપણ રસી, ઇન્જેક્શન, દવા કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થ લેવા થી કોઈ ભારે રીએકશન આવ્યું હોય તો તેમણે રસી ના લેવી.


_______________

* સમજવા જેવા મુદ્દાઓ..


૧. વ્યક્તિ કે જે હાલ માં કોવીડ પોઝિટિવ છે એમણે ના લેવી.

૨. કોવીડ પોઝિટિવ દર્દી જેમને હાલ માં જ એન્ટીબોડી/ પ્લાઝમા થેરાપી આપી હોય એમના માટે નથી.

૩. તાજેતર માં અન્ય કોઇપણ બીમારી ના કારણે હોસ્પિટલ અથવા આઈ. સી. યુ. માં સારવાર હેઠળ ના દર્દી માટે નથી.


________________


*આ રસી કોણ લઈ શકે છે?


૧. ઉપર ના તમામ મુદ્દાઓ ને બાદ કરતા ,૧૮ વર્ષ થી મોટી ઉંમર ના દરેક વ્યકિત આ રસી નિ:સંકોચ લઈ શકશે

૨. કોવીડ-૧૯ ને માત આપી ને સાજા થયેલા દરેક વ્યક્તિ રસી લઇ શકશે.

૩. અન્ય કોઈ પણ લાંબા ગાળા ની બીમારીઓ જેવી કે હદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર,ફેફસાની બીમારી, કિડની ની તકલીફો, કેન્સર, મગજ કે ચેતા તંત્ર ની બીમારી ની હાલ માં સારવાર લેતા તમામ દર્દીઓએ કોઈપણ જાત ના ડર વિના રસી લેવી જ જોઈએ.

૪. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ એચ. આઈ. વી. ગ્રસ્ત દર્દી ઓ પણ આ રસી લઇ શકશે.


________________


રસી વિશેની માહિતી...


સરકાર દ્ધારા ઉપલબ્ધ કરાવવા માં આવનારી બન્ને રસી (કોવિશિલ્ડ / કોવેકસીન ) બનેં ઇંજેક્શન રૂપે સ્નાયુ માં આપવામાં આવશે.


રસી ના બે ડોઝ છે.

દરેક ડોઝ ૦.૫ ml (મિલિલિટર) નો છે.

બે ડોઝ ૪ અઠવાડિયા / ૨૮ દિવસ ના અંતરે આપવામાં આવશે.


રસી મુકાવ્યા બાદ ઇંજેક્શન ની જગ્યા એ સામાન્ય દુખાવો થવો, ઉબકા આવવા, ઠંડી લાગવી, સામાન્ય તાવ આવવો, સામાન્ય નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો વગેરે જેવા લક્ષણો સામાન્ય છે, જો આમાંથી કઈ પણ જણાય તો ગભરાવવાની જરાય જરૂર નથી. એના માટે પેરસિટામોલ અને એવિલ ટેબ્લેટ લઈ શકાય. 

કોરોનાકાળમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો...COVID-19

  કોરોનામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો... (1) ઓક્સિજન લેવલ-૯૮ રહેવું જોઇએ (2) પલ્સ 75 ની આસપાસ રહેવા જોઇએ (3) રિપોર્ટમાં CRP 0-10 normal આવવો...